________________
એના કરતાં વિપરીત ગ્રુપનું લોહી તારા શરીરમાં દાખલ થાય તો તારું સ્વાથ્ય કથળેલું હોય તો સુધરી જાય કે પછી સુધરેલું હોય તો ય કથળી જાય? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે સ્વાથ્ય કથળી જ જાય.
બસ, તેં પુછાયેલ પ્રશ્નનો જવાબ આ જ છે. તે પોતે છે ચૈતન્ય સ્વરૂપ અને તું જે પદાર્થો પાછળ ભાગી રહ્યો છે એ પદાર્થો છે જડસ્વરૂપ. શરીરમાં લોહી જો સમાન ગ્રુપનું હોય તો જ સ્વાથ્ય જળવાય. જ્ઞાનસ્વરૂપ આત્મા જો જ્ઞાનાદિ ગુણો સાથે અથવા તો એ ગુણોના ધારક પ્રત્યે દોસ્તી કેળવે તો જ એની સ્વસ્થતા જળવાય.
બાકી, યાદ રાખજે આ વાત કે પદાર્થોના - વિપુલ પદાર્થોના માલિક બન્યા રહેવાના અરમાનમાં જો મન રમતું હોય છે તો પ્રભુના સેવક બન્યા રહેવાના અરમાનમાં અંતઃકરણ રમતું હોય છે.
તું સાચે જ જો પ્રસન્નતા અનુભવવા માગે છે તો માલિક બનવાના ધખારા છોડી દઈને સેવક બની જવા તત્પર બની જા. તારું કામ થઈ જશે.