________________
અવયવો છે; પરંતુ આખરે તો એક શરીરને જ બંધાયેલા છે.
જો આટલી સીધી-સાદી વાત તું જીવોની બાબતમાં અને એમાંય ખાસ કરીને પરિચિતોની બાબતમાં સમજી ગયો હોત ને, તો પરિચિતોની ઉપેક્ષા કરતા રહેવાનો વ્યવહાર દાખવવાનું શરૂ કરી દીધું છે એ ન કર્યું હોત.
એક વાત તું ખાસ સમજી રાખજે કે આજુબાજુવાળાનાં દિલને ઠારતા રહેવાના પ્રયાસોમાં ભલે સફળતા નહીં મળતી હોય પણ રેઢિયાળ વ્યવહાર દ્વારા આજુબાજુવાળાનાં દિલને બાળતા રહ્યા બાદ ખુદના દિલને ઠારતા રહેવામાં સફળતા નથી મળતી એ પણ એક નગ્ન સત્ય છે.
હું તો સ્પષ્ટ માનું છું કે મનને રમશાન જ જાણે છે કે જ્યાં સહુને બાળતા જ રહેવાનું હોય છે જ્યારે અંતઃકરણને મંદિર જ જામતું હોય છે કે જ્યાં સહુને ઠારવાનું જ હોય છે. તારી પાસે જીવન માનવનું છે, અને તે પસંદગીસ્મશાન પર ઉતારી બેઠો હોય એ શું ચાલે?