________________
પ્રસન્નતાની અનુભૂતિ માટે જે વ્યક્તિ મન પાસે પહોંચી જાય છે એને ય સરવાળે તો રોવાનું જ આવે છે.
તને એક હકીકત યાદ કરાવું?
ખારાશ જેમ સાગરના પાણીમાં નથી હોતી પણ સાગર ખુદ જ ખારો હોય છે તેમ શંકા મનમાં નથી પેદા થતી, મન ખુદ જ શંકાનું પર્યાયવાચી છે.
તું મન સામે પરમાત્માને ખુદને હાજર કરી દે ને? એ પરમાત્માનાં અચિન્ય સામર્થ્ય અંગેય શંકા કરવા લાગશે! તું મન સામે ઉપકારી ગુરુદેવને લાવી દે ને? એમની તારકતા અંગે ય એ શંકા કરવા લાગશે!
એક જ વિકલ્પ છે પ્રસન્નતાની અનુભૂતિ માટે. મન ભલે શંકાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે. તે અંતઃકરણ પાસે ચાલ્યો જા. એ શ્રદ્ધાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે અને જ્યાં શ્રદ્ધા આવે છે ત્યાં પ્રસનતા. અનુભૂતિનો વિષય બનીને જ રહે છે!