________________
મહારાજ સાહેબ,
અપેક્ષા હોય છે ગાડીની અને ખરીદી શકું છું સ્કૂટર. મન કહે છે રહેવું જોઈએ તો બંગલામાં જ અને મજબૂરીથી રહેવું પડે છે ફલૅટમાં. ઇચ્છા છે, વરસદા'ડે એક કરોડનું ટર્નઓવર તો થવું જ જોઈએ અને માત્ર પચીસ લાખના ટર્નઓવરમાં જ સંતોષ માનવો પડે છે.
આપ કહો છો, ચોવીસેય કલાક પ્રસન્ન જ રહેવું જોઈએ પણ મન મારું એમ કહે છે કે આપણે જે ઇચ્છતા હોઈએ અને આપણે જેને ચાહતા હોઈએ એ મળે તો જ પ્રસન્નતા ટકી રહે. આ સિવાય અન્ય કોઈ વિકલ્પ પ્રસન્નતા ટકાવવાનો છે ખરો? આપની પાસે એ અંગેનું સમાધાન ઇચ્છું છું.
યશ,
ગૅસના ચૂલા પર સતત ઊકળી રહેલ પાણીમાં તને સ્પષ્ટ પ્રતિબિંબ નિહાળવામાં જો સફળતા મળે તો મનના માધ્યમે પ્રસન્નતા અનુભવતા રહેવામાં તને સફળતા મળે.
એક પ્રશ્ન પૂછું તને? તારું મન એમ કહે છે કે “મીઠાઈની આખી દુકાન જ મને મળી જવી જોઈએ.’ એટલા પૈસા તારી