________________
કરીશ પણ તું એને સહાય કરવાને બદલે સલાહ જ આપતો રહેતો હોય તો એ વ્યક્તિ તારાથી અકળાઈ જઈને દૂર ન થઈ જાય તો બીજું શું થાય?
તને ખ્યાલ છે ખરો?
અંતઃકરણ સામાને સહાય કરવા સદાય તત્પર હોય છે જ્યારે મનના તો સામાને સલાહ આપતા રહીને પીએચ.ડી. બની જવાના અભરખા હોય છે.
હું તને જ પૂછું છું. તું પોતે જ કોક મુશ્કેલીમાં આવી ગયો હોય અને એ મુશ્કેલીમાંથી બહાર નીકળી જવા સહાય મળવાની આશાએ કોકની પાસે પહોંચી ગયો હોય ત્યારે એ વ્યક્તિ તને સહાય કરવાને બદલે સલાહ જ આપવા લાગે તો તારા મનમાં પણ એ વ્યક્તિ પ્રત્યે આક્રોશ પેદા ન થઈ જાય?
એટલું જ સૂચન છે મારું તને કે તારી પાસે કોઈ ભૂખ્યો માણસ ભોજનની આશાએ આવ્યો હોય ત્યારે એના હાથમાં ભોજનનાં દ્રવ્યોનાં કાગળ પકડાવી દેવાની ક્રૂરતા તું ક્યારેય આચરતો નહીં. ભૂખ્યો માણસ આવેશમાં આવીને ક્યાંક તારું ગળું દાબી દે એ સંભાવના પણ ઓછી તો નથી જ.