________________
કે હોશિયારી એ મનનો નશો છે કે જે જગતને બદલી નાખવાની વાતો કર્યા કરે છે જ્યારે ડહાપણ એ અંતઃકરણની મૂડી છે કે જે જાતને બદલી નાખવા તત્પર રહે છે.
હું તને જ પૂછું છું.
તું પોતે સન્માર્ગ પર છે ખરો? પ્રલોભનોની વણઝાર વચ્ચે પણ પતનના માર્ગ પર એક કદમ માંડવાનું પણ તને મન ન થાય એટલું સત્ત્વ તેં વિકસાવ્યું છે ખરું ? તારા ખુદના અંતઃકરણની અદાલતમાં તું હંમેશાં નિર્દોષ જ પુરવાર થાય એટલી પવિત્રતા તે આત્મસાત કરી લીધી છે ખરી?
જો ના, તો મારે તને કહેવું છે કે હોશિયારીના આ નશામાંથી તું વહેલી તકે બહાર આવી જા અને ડહાપણની મૂડીનો સ્વામી બની જવા પ્રયત્નશીલ બનતો જા. કારણ? જગત ક્યારેય બદલાયું નથી અને એને બદલી નાખવાના પ્રયાસોમાં કોઈને પણ ક્યારેય સફળતા મળી નથી જ્યારે જાતને ઘણાંએ બદલી નાખી છે અને એ દિશાના પ્રયાસો જેણે પણ કર્યા છે એમાં એને સફળતા અચૂક મળી જ છે.
પ૮