________________
મહારાજ સાહેબ,
ક્ષેત્ર ચાહે અધ્યાત્મનું હોય છે કે સંસારનું હોય છે, સફળતાના શિખરે બિરાજમાન કોઈ પણ વ્યક્તિને હું જોઉં છું અને મારા મનમાં ગલગલિયાં થવા માંડે છે, હું પણ શા માટે આ જગાએ પહોંચી શકું?' પણ દુઃખ સાથે કહેવાદો મને કે આજ સુધીમાં એક પણ ક્ષેત્રમાં એ જગાએ પહોંચવામાં સફળ નથી બની શક્યો.
વાંચ્યું તો મેં એ છે કે “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન જાણવું તો મારે એ છે કે હંમેશાં ઊંચા પરિણામની જ અપેક્ષા મેં રાખી છે છતાં એ અપેક્ષાને હું ફળીભૂત કેમ નથી બનાવી શક્યો ?
પુષ્પ,
વ્યવહારનો એક સામાન્ય કાયદો આ છે કે કાર્ય તમે કરી શકતા નથી માત્ર કારણને હાજર કરો છો અને કાર્ય સંપન્ન થઈ જાય છે. આજ સુધીમાં એક પણ માળીને વૃક્ષ પર ફળો ઊગાડવામાં સફળતા મળી નથી. હા, વૃક્ષને એણે ખાતર આપ્યું છે, પાણી પાયું છે, તડકા ખવડાવ્યા છે અને વૃક્ષ પર ફળો ઊગી ગયા છે.