________________
મહારાજ સાહેબ,
અત્યારના કાળમાં એક વાત ખાસ અનુભવાઈ રહી છે કે ચારેય બાજુ વિશ્વાસઘાતનું વાતાવરણ છે. વકીલ અસીલ સાથે છેતરપીંડી કરી રહ્યો છે તો ડૉક્ટર દર્દી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે. વેપારી ઘરાક સાથે અને નેતા પ્રજાજન સાથે છેતરપીંડી કરી રહ્યો છે એ તો ઠીક છે પણ બાપદીકરા સાથે અને દીકરો બાપ સાથે પણ કાવાદાવા રમી રહ્યો છે.
આ બધું જોતાં મને મેક્સાવલીનું વાક્ય યાદ આવે છે. એણે કહ્યું છે કે “જે વાત તમે તમારા દુશ્મનને કરવા તૈયાર ન હો એ વાત તમે તમારા મિત્રને પણ ન કરશો કારણ કે આજનો તમારો મિત્ર આવતી કાલે તમારો દુશ્મન બની જાય એવી પૂરી સંભાવના છે.”
મને પોતાને મેક્વાવલીની વાતમાં વજૂદ લાગે છે. વિશ્વાસઘાતના શિકાર બનીને દુઃખી થવું એના કરતાં કોઈના ચ પર પણ વિશ્વાસ મૂક્યો જ નહીં. આપ આ અંગે શું કહો છો ?
કમલ,
તે મેક્વાવલીની જે વાત લખી એ મેં વાંચી. હું તને પરમાત્મા મહાવીરદેવે જે વાત કરી છે એ જણાવું? એમણે જણાવ્યું છે કે જે વાત તમે તમારા મિત્રને કરી શકો છો, એ વાત તમે તમારા દુશ્મનને પણ કરવા ઇચ્છતા હો તો બહુ ચિંતા