Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 100
________________ તે તારા પત્રમાં લખ્યું ભલે નથી પણ હું અનુમાન કરી શકું છું કે તારા આનંદની કક્ષા તુચ્છ જ હશે તો તારી પીડાની કક્ષા પણ તુચ્છ જ હશે. ચા ગરમ તો આનંદ અને ચા ઠંડી તો પીડા!પ્રશંસાના બે શબ્દો સાંભળવા મળ્યા તો આનંદ અને નિંદાના બે શબ્દો સાંભળવા મળ્યા તો પીડા! રાતના ઘસઘસાટ ઊંઘ આવી ગઈ તો આનંદ અને ઊંઘ થોડીક બગડી તો પીડા! તને એટલું જ કહીશ કે મનની પસંદગી કાયમ તુચ્છ'ની જ રહી છે અને અંતઃકરણની પસંદગી કાયમ ‘ઉત્તમ”ની જ રહી છે. તે પોતે જો તારી કક્ષા ઊંચકવા માગે છે તો તારે મનની પસંદગી પર ચોકડી લગાવી દેવાનું સત્ત્વ દાખવવું જ રહ્યું. શું કહું તને? નિત્ય મળતા ભોગોમાં જે પાગલ બને છે એની કક્ષા “અધમ’ છે, કવચિત્ મળતા ભોગોમાં જે પાગલ બને છે એની કક્ષા “મધ્યમ’ છે; પરંતુ ભોગોના ત્યાગનું સત્ત્વ જે દાખવી શકે છે એની કક્ષા તો “ઉત્તમ’ છે. ઇચ્છું છું, તું કમ સે કમ “અધમ' કક્ષામાંથી તો બહાર નીકળી જ જા. 100

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102