________________
મહારાજ સાહેબ,
મારા પુણ્યનો મને ખ્યાલ છે અને એટલે જ હું મનમાં કોઈ મોટા અરમાનો સંઘરીને નથી બેઠો પણ એટલો આગ્રહ તો મારો ચોક્કસ હોય જ છે કે ચીજ ભલે નાની હોય પણ એ એકદમ વ્યવસ્થિત તો હોવી જ જોઈએ.
ચા આખા દિવસમાં હું એક જ વાર લઉં છું અને એ ઠંડી હોય તો શેં ચાલે ? નવાં કપડાં મારે ક્યારેક જ પહેરવાનાં હોય છે અને એ ઇસ્ત્રી કર્યા વિનાનાં હોય એ શું ચાલે ? સત્કાર્ય આપણે ક્યારેક તો કરતા હોઈએ અને કદરના બે શબ્દો પણ સાંભળવા ન મળે એ શું ચાલે ?
ટૂંકમાં, મન મારું એમ કહે છે કે જગતની દૃષ્ટિએ જે ચીજોની કે પ્રસંગોની ગણના ભલે ‘તુચ્છ’ માં થતી હોય પણ આપણી પાસે એ ચીજો અપ-ટુ-ડેટ જ હોવી જોઈએ અને એ પ્રસંગો સારી રીતે જ ઊજવાવા જોઈએ. આ અંગે આપ શું કહો છો ?
વૈભવ,
તને એક વાતનો કદાચ ખ્યાલ નહીં હોય કે માણસની કક્ષા એની પાસે શું છે એના આધારે નક્કી નથી થતી પણ એની પસંદગી શું છે એના આધારે નક્કી થાય છે.