________________
બદલે આપણા પોતાના પગમાં બૂટ પહેરી લેવાના પ્રયાસોમાં લાગી જવામાં સફળતા મળવાની તો સંભાવના છે જ પણ સાથોસાથ પગને સલામત રાખી દેવાની પણ સંભાવના છે.
હા, ‘ક્રાન્તિ’ શબ્દ આમ તો બહુ સરસ છે. મનને ગમે તેવો છે પણ દુનિયામાં કોઈ એક જગાએ પણ ક્રાન્તિ સફળ થઈ હોય એવું તે સાંભળ્યું છે ખરું?
શું કહું તને? અનંત તીર્થકર ભગવંતો આ જગતમાં પધારીને મોક્ષમાં પધારીગયા. જગતને સુધારવામાં કે જગતના જીવોને સુધારી દેવામાં એમને સફળતા મળી નથી. તને મળી જશે?
બાકી, સાચું કહું ને તો ક્રાન્તિ એ તો મનની એક જાતની ચળ છે કે જેના દ્વારા મન પોતાનો અહં પુષ્ટ કરવા માગે છે. બાકી તું જો સાચે જ તારા જીવનને સલામત અને મનને સ્વસ્થ રાખવા માગે છે તો તારે અંતઃકરણને પ્રિય એવા સંક્રાન્તિના માર્ગ પર કદમ મૂકી દેવાની જરૂર છે. પરિસ્થિતિ બદલી નાખવાની ક્રાન્તિમાં સફળતા છે જ નહીં. મનઃસ્થિતિ બદલી નાખવાની સંક્રાન્તિમાં નિષ્ફળતા નથી.