Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 72
________________ કારણ? આ જ કે “દ:ખ ન જ જોઈએ’ એ સંકલ્પ કરનાર આખરે છે કોણ? મન ! અને મન છે સ્વાર્થી ! પોતાના પર આવતા રાઈ જેટલા દુઃખથી બચવા એ સામાને મેરુ જેટલું દુઃખ આપવું પડે તો ય આપવા તૈયાર અને તત્પર હોય છે. તારે સાચે જ જો દુઃખ અંગેનો કોઈ સંકલ્પ કરવો જ હતો તો અંતઃકરણ પાસે જવાની જરૂર હતી કારણ કે અંતઃકરણ પરમાર્થના રવભાવવાળું છે. એની પાસે તું ગયો હોત તો એ તને આ સંકલ્પ કરાવત કે “મારે દુઃખ કોઈને પણ આપવું નથી.' “દુઃખ જોઈતું નથી એ સંકલ્પ અને દુઃખ આપવું નથી” એ સંકલ્પવચ્ચેનો તફાવત ઝેર અને અમૃત વચ્ચેના તફાવત જેટલો છે એ તું કાયમ આંખ સામે રાખજે. પ્રથમ સંકલ્પમાં દુ:ખો લમણે ઝીંકાવાનાં નિશ્ચિત છે જ્યારે બીજા સંકલ્પમાં દુઃખોની કાયમી વિદાય નિશ્ચિત છે.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102