________________
મહારાજ સાહેબ,
આપ સંયમજીવન અંગીકાર કરી બેઠા છો એટલે અમારા સંસારની નગ્ન વાસ્તવિકતાનો આપને કદાચ ખ્યાલ નહીં હોય પણ હકીકત એ છે કે આખો યુગ અત્યારે પ્રતિસ્પર્ધાનો ચાલી રહ્યો છે, આગળ વધીને કહું તો ઈર્ષ્યાનો યુગ ચાલી રહ્યો છે.
તમે તમારી રીતે ભલે આગળ વધી રહ્યા છો, તમારો હરીફ તમારા પગ ખેંચીને તમને પછાડી દેવા જાણે કે તૈયાર થઈને જ બેઠો છે. ગુંડાઓની દુનિયા માટે જેમ એમ કહેવાય છે કે તમારે જો મરવું નથી તો સામાને પતાવી દેવા તમે એના પર હુમલાઓ કરતા જ રહો. બસ, એ જ રીતે બજારના જગત માટે કહેવું હોય તો એમ કહી શકાય કે તમારે જો પડવું નથી તો બીજાને પછાડી દેવા તત્પર જ રહો. આ માહોલમાં કરવું શું?
વિમલ,
પડી ગયેલાને હાથ આપીને ઊભો કરવાના પક્ષમાં અંતઃકરણ હોય છે જ્યારે સીધા રસ્તે ચાલી રહેલાની ટાંગમાં ટાંગ ભિડાવી દઈને એને પછાડી દેવાના પક્ષમાં મન હોય છે.
૩૯