Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 82
________________ તર્કનો માર્ગખોટો જ છે કે ખરાબ જ છે એવું તો હું તને નહીં કહું પણ તથ્ય સુધી પહોંચવા માટે એ જ માર્ગ સાચો છે કે સારો છે એ પણ હું તને નહીં કહું. દોરડું ખાલી ઘડાને કૂવાના પાણી સુધી લઈ જાય છે જરૂર પરંતુ એ ખાલી ઘડો પાણીથી ભરાઈ જાય છે જ્યારે ? પાણી સામે ઝૂકી જાય છે ત્યારે ! હાથમાં પકડેલ દોરડા પરની પકડ ઢીલી કરવામાં આવે છે ત્યારે ! ગુજરાતીમાં એક કહેવત છે ને કે તમારે જો રોટલા સાથે જ નિસ્બત છે તો ટપટપની ચર્ચામાં પડવાની લાંબી જરૂર નથી. મારે તને આ જ વાત કહેવી છે. તું જે અંતઃકરણને પ્રિય એવા તથ્ય સુધી પહોંચવા માગે છે તો મનને પ્રિય એવા તર્કના રુક્ષ રસ્તા પર જ ચાલતા રહેવાની તારે જરૂર નથી. બાકી, તને તારી બુદ્ધિનો બહુ ફાંકો હોય તો રાતના સૂઈ ગયા પછી તને સવારે ઉઠાડે છે કોણ? એનો તર્કબદ્ધ જવાબ શોધી લાવ!

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102