________________
મહારાજ સાહેબ,
નદી જો કિનારાનાં બંધનમાં હોય છે અને ખેતર જો વાડના બંધનમાં હોય છે, ઝવેરાત જો તિજોરીના બંધનમાં હોય છે અને સિંહ જો પિંજરના બંધનમાં હોય છે, હાથી જો સાંકળના બંધનમાં હોય છે અને કૂતરો જો પટ્ટાના બંધનમાં હોય છે તો મને એમ લાગે છે કે આપણે વ્યક્તિઓ પર જાતજાતનાં બંધનો મૂકી જ દેવા જોઈએ.
પછી એ વ્યક્તિ તરીકે પુત્ર હોય કે પત્ની હોય, નોકર હોય કે ઘરાક હોય, ભૈયો હોય કે ફેરિયો હોય, દલાલ હોય કે વેપારી હોય. ટૂંકમાં આપણને જેનાથી પણ નુકસાન થવાની સંભાવના દેખાતી હોય, એ તમામ પર ચોક્કસ પ્રકારના બંધનો આપણે ઠોકી જ દેવા જોઈએ એમ મારું મન કહે છે. આપ આ અંગે શું કહો છો?
તૈજસ,
દરેક પ્રકારની સ્વતંત્રતા જેમ નુકસાનકારી હોતી નથી તેમ દરેક પ્રકારનાં બંધનો લાભકારી પણ હોતા નથી એ તારે સતત યાદ રાખવાની જરૂર છે. નદીને કિનારાનું બંધન તો બરાબર છે પણ નળ પર તાળાનું બંધન ? પાળેલા કૂતરાને તો સ્વતંત્રતા બરાબર છે પણ હડકાયા કૂતરાને સ્વતંત્રતા ?