________________
તેં પત્રમાં જે કાંઈ લખ્યું છે એ તો મનની માગ છે, અંતઃકરણની નહીં, અને યાદ કરાવી દઉં તને આ વાત કે મનની માગને આધીન બની જવા માટે તારે વધુ ને વધુ પશુતા તરફ ધકેલાતા જ રહેવું પડશે.
દુનિયા ચાહે કૂતરાની હોય કે ગધેડાની, ડુક્કરની હોય કે શિયાળની ત્યાં તને ભસવાની, કરડવાની, લાતો મારવાની કે આક્રમણો કરવાની ચેષ્ટાઓ સિવાય બીજું કશું ય લગભગ જોવા નહીં મળે. માનવના ખોળિયે પણ તું જો એ જ ચેષ્ટાઓ કરવા માગતો હોય અને તારી જાતને ‘પશુ’ પુરવાર કરવા માગતો હોય તો મારે તને કશું જ કહેવાનું રહેતું નથી.
પણ,
માનવના ખોળિયે તું જો દેવ બની જવા માગતો હોય તો મારે તને એટલું જ કહેવું છે કે હાથ તું ભલે કોકને જ આપી શકે પણ પગ તો કોઈના ય ખેંચીશ નહીં. કારણ કે હાથ આપવા માટે પ્રોત્સાહિત કરતું અંતઃકરણ પ્રભુની પ્રશંસાનો વિષય બનતું હોય છે જ્યારે પગ ખેંચવા માટે પ્રોત્સાહિત કરતું મન તો સજ્જનોના જગતમાં થૂ થૂ જ થતું હોય છે.
સાવધાન!
८०