________________
ન કરશો કારણ કે આજનો તમારો દુશ્મન આવતી કાલે તમારો મિત્ર બની જાય એવી પૂરી સંભાવના છે.” - જો તને મેક્સાવલીની વાત જામી રહી છે તો એનો અર્થ એટલો જ છે કે તું મનનો નચાવ્યો નાચી રહ્યો છે અને જો તને મહાવીરની વાત જામી રહી છે તો એનો અર્થ એટલો જ છે કે અંતઃકરણના અવાજને અનુસરવાનું તે નક્કી કરી દીધું છે.
હું તને એ સલાહ તો નહીં આપું કે તું આગળ-પાછળનો વિચાર કર્યા વિના કે બળાબળની વિચારણા કર્યા વિના કાળા ચોરનો પણ વિશ્વાસ કરવા લાગ પણ એટલું તો જરૂર કહીશ કે “આ જગતમાં કોઈ પણ વ્યક્તિવિશ્વાસ કરવાલાયક નથી” આવું માનસિક વલણ તો ક્યારેય ન બનાવી દેતો.
કારણ? મેક્સાવલીનો અર્થ છે રાજનીતિ જ્યારે મહાવીરનો અર્થ છે ધર્મનીતિ: રાજનીતિ રાજકારણમાં ચાલી જાય પણ જીવનવ્યવહાર તો ધર્મનીતિથી મઘમઘતો જ હોવો જોઈએ.