Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 74
________________ લખી હતી અને એ વાત તેં જીવો સાથેના સંબંધમાં જોડી દીધી! તું એકલો ન પડી જાય તો બીજું થાય પણ શું? યાદ રાખજે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ કેળવ્યા વિના, સર્વજીવોનાં સુખની અને કલ્યાણની કામના કરતા રહ્યા વિના, સર્વ જીવો સાથે ક્ષમાપના કરતા રહ્યા વિના અને સર્વ જીવો પ્રત્યે ઉપશમભાવ કેળવતા રહ્યા વિના જીવનને સ્વસ્થ રાખવામાં અને મનને પ્રસન્ન રાખવામાં, સમાધિટકાવી રાખવામાં અને સદ્ગણોને ઉઘાડ કરવામાં સફળતા મળે એવી કોઈ સંભાવના નથી. અને એ સંભાવનાને તું જો વાસ્તવિકતાના સ્તર પર અનુભવવા માગે છે તો એનો એક જ વિકલ્પ છે, તું અંતઃકરણના શરણે ચાલ્યો જા. કારણ? મનને દીવાલ ઊભી કરતા રહેવામાં રસ છે જ્યારે અંતઃકરણને તો પુલનું સર્જન કરતા રહ્યા વિના ચેન નથી પડતું.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102