________________
મહારાજ સાહેબ,
આપના જ કોક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે મકાનના થાંભલાઓ એક-બીજા વચ્ચે સલામત અંતર રાખે છે તો જ મકાનટકી શકે છે. ભૂલેચૂકે થાંભલાઓ જો એકદમ નજીક આવી જાય તો મકાનનું ટકવું સર્વથા અસંભવિત જ બની જાય.
આપની આ વાત મારા હૈયાસોંસરવી ઊતરી ગઈ છે અને મેં એ જ અભિગમ સાથે જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. દુશ્મનોથી તો હું સલામત અંતર રાખતો જ હતો પણ હવે મિત્રોથી પણ હું સલામત અંતર રાખવા લાગ્યો છું. પરિચિતો અને સ્વજનો સાથે પણ એવો જ વ્યવહાર મેં શરૂ કરી દીધો છે.
પણ,
મારા આવા વ્યવહારના કારણે હું એકલો પડી જતો હોઉં એવું મને લાગ્યા કરે છે. જાણવું તો મારે એ છે કે હું કોઈ ગલત રસ્તે તો નથી ચડી ગયો ને?
નિર્મળ,
દૂધપાકનું વિષ્ટામાં રૂપાંતરણ કરી દેવામાં શરીરનો જેમ કોઈ જોટો નથી તેમ અર્થનો અનર્થ કરતા રહેવામાં મનનો ય કોઈ જોટો નથી, થાંભલાઓ વચ્ચેના સલામત અંતરની વાત મેં જડ પદાર્થો પ્રત્યેની આસક્તિના સંદર્ભમાં
૭૩