Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 70
________________ તું સાપથી ડરે છે ને ? આગનો તને ભય લાગે છે ને ? ડાકુથી તું ધ્રૂજે છે ને ? ખૂનીથી તું કાંપી ઊઠે છે ને ? દુર્જનનો તને ડર લાગ્યા કરે છે ને ? બસ, આ તમામ પર તારે પ્રેમ કરતા રહેવાની કોઈ જ જરૂર નથી. પણ, તને જો તારા મમ્મી-પપ્પા પર પ્રેમ છે, તને જો મારા પર પ્રેમ છે, તને જો પરમાત્મા પર પ્રેમ છે તો તારે એ સહુથી ડરતા રહેવાની ખાસ જરૂર છે. એ સહુથી ડરતા રહેવું એટલે ? એટલે આ જ કે એ સહુની ઇચ્છા-આજ્ઞાનું ઉલ્લંઘન જો હું કરતો રહીશ તો એમનાં દિલને ચોટ તો નહીં પહોંચે ને ? મારા પરનો એ સહુનો પ્રેમ ઓછો તો નહીં થઈ જાય ને ? હું આ ‘ભય’ ને સકારાત્મક ભય કહું છું. હું યાદ રાખજે. ‘ભય કોઈનાથી ય ન રાખવો’ આ ગણિત મનનું છે; પરંતુ ‘સકારાત્મક ભય તો ઊભો જ રાખવો’ આ ગણિત અંતઃકરણનું છે. હું ઇચ્છું છું કે તારા અંતઃકરણમાં તું ડોકિયું કરી જો. ત્યાં તને આ ભય વિધમાન હોવાનું જણાઈ જશે. an

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102