________________
કોડીનું પણ નથી કારણ કે જે પણ ચીજોની પ્રાપ્તિને મૃત્યુ મૂલ્યહીન બનાવી દે એ ચીજોને વજન આપવાનું અમારા આ જીવનમાં અમે સમજ્યા જ નથી. તે પોતે જ ચકાસી જોજે સંપત્તિ વગેરેને, મૃત્યુ પાસે એનું કોઈ મૂલ્ય છે ખરું?
બાકી, એક વાત તું ખાસ સમજી રાખજે કે મનને કાયમ માટે આકર્ષણ પ્રાપ્તિનું હોય છે જ્યારે અંતઃકરણને રસ પાત્રતા વિકસિત કરતા રહેવાનો હોય છે. અને મારી પોતાની વાત કરું તો સંયમજીવનનાં આટલાં વરસોમાં મેં એક જ કામ તરફ મારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પાત્રતા વિકસિત કરવા તરફ!
મારી તો તને પણ આ જ સલાહ છે. “પ્રાપ્તિ'ના આકર્ષણથી મુક્ત થઈ જઈને ‘પાત્રતા” વિકસિત કરતા રહેવાના પ્રયત્નોમાં તું લાગી જા. તારું મન આજે હતાશાથી ગ્રસ્ત છે ને? તારું અંતઃકરણ પ્રસન્નતાથી તરબતર બની જશે. તારો પરલોક સધ્ધર બની જશે. તારું આત્મદ્રવ્ય વધુ ને વધુ નિર્મળ થતું જશે.