Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 54
________________ હું તને જ પૂછું છું. બાબાનું શરીર અને કપડાં, બંને વિષ્ટાથી સંપૂર્ણ ખરડાઈ ગયા હોવા છતાં ય મમ્મી એ બાબા પ્રત્યેના દ્વેષભાવથી મુક્ત રહી શકે છે એનો યશ કોના ફાળે જાય છે? સત્યદર્શનના ફાળે કે સ્નેહદર્શનના ફાળે? કહેવું જ પડશે તારે કે સ્નેહદર્શન જ મમ્મીને બાબા પ્રત્યે આત્મીયતા દાખવવા પ્રેરિત કરતું હોય છે. બાકી, કેવળ સત્યદર્શન જ મમ્મી કરતી રહે તો તો બાબા પ્રત્યે એને દ્વેષ થયા વિના ન જ રહે! તારી બાબતમાં આ જ તો બની રહ્યું છે. મિથ્યાદર્શનથી તું દૂર રહે છે એ તો સારું છે જ; પરંતુ સ્નેહદર્શનનો તું સ્વામી નથી બની શક્યો એ તો ભારે કરણતા છે. હા. એક વાત છે. જડનાં ક્ષેત્રે તું ભલે કેવળ સદર્શન જ કરતો રહે, તારો વૈરાગ્ય પુષ્ટ થતો રહેશે; પરંતુ તારે જો વાત્સલ્યભાવને પુષ્ટ કરતા રહેવું છે તો જીવક્ષેત્રે સ્નેહદર્શન દાખવ્યા વિના અને એ માટે મનને છોડીને અંતઃકરણના શરણે ગયા વિના તારે ચાલવાનું નથી જ એ નિશ્ચિત વાત છે.

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102