Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 53
________________ મહારાજ સાહેબ, એક કલ્પના પણ ન કરી શકાય એવી મૂંઝવણમાંથી હું પસાર થઈ રહ્યો છું. અત્યાર સુધી હું એમ સમજતો હતો કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આપણે ડોકિયું કરીએ અને જો એ વ્યક્તિ અંગે મિથ્યાદર્શન કરીએ તો એ વ્યક્તિને તો આપણે અન્યાય કરી જ બેસીએ પણ સાથોસાથ આપણે અપ્રિય પણ બન્યા રહીએ. પણ, દુઃખ સાથે કહેવા દો મને કે વ્યક્તિ અંગેના સત્યદર્શનમાં ય મારી હાલત કફોડી થઈ ગઈ છે. વ્યક્તિઓ સાથે મારે ક્લેશ પણ થતો રહે છે તો મારું મન સંક્લેશનું શિકાર પણ બનતું રહે છે. હું આપને જ પૂછું છું, ક્ષમાવાનમાં આપણે કોધીનાં દર્શન ન કરીએ એ તો બરાબર છે પણ ક્રોધીમાં ક્રોધીનાં દર્શન કરતા રહીએ એ પણ શું ગુનો છે? આયુષ્ય, મનની એક નબળી કડી તારા ખ્યાલમાં છે? એને સત્યદર્શનમાં રસ જરૂર છે; પરંતુ હકીકત એ છે કે વ્યક્તિઓ સાથેના સંબંધમાં તમે જો આત્મીયતા જાળવી રાખવા માગો છો તો તમારે અંતઃકરણને કે જેને સ્નેહદર્શનમાં રસ છે એને કામે લગાડવું પડે છે. પહે

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102