________________
હું તો તને યુદ્ધના ક્ષેત્રની કે રમતના ક્ષેત્રની વાત એટલા માટે નથી કરતો કે ચાહે યુદ્ધ હોય કે રમત હોય, એ અલ્પકાલીન હોય છે. ત્યાં ચોવીસે ય કલાકનો કે જીવનભરનો સંઘર્ષ નથી હોતો; પરંતુ ‘જીતતા જ રહેવું છે’ ના લક્ષ્ય સાથે તું જો જીવન જીવવા લાગે છે તો તારે સતત તનાવમાં જ રહેવું પડે છે એ તો ઠીક છે; પરંતુ તારે સતત દુશ્મનો જ પેદા કરતા રહેવું પડે છે.
પરંતુ;
તું જો ‘જતું કરતા રહેવા’ ના લક્ષ્ય સાથે જીવવા તૈયાર થઈ જાય છે તો તને સતત હળવાશની જ અનુભૂતિ થતી રહે છે એ તો ઠીક છે, પણ તારા મિત્રોની સંખ્યામાં સતત વધારો પણ થતો રહે છે.
યાદ રાખજે,
મનના ‘વિજય’ના આગ્રહને વજન આપવાને બદલે અંતઃકરણના ‘જતું કરવા રહેવા’ના લક્ષ્યને જ જેમણે જીવનમાં સ્થાન આપ્યું છે તેઓ જ સજ્જન, સંત યાવત્ પરમાત્મા બની શક્યા છે. તારો નંબર તું શેમાં લગાવવા માગે છે એ નક્કી કરી દેજે.
પર