________________
મહારાજ સાહેબ,
રમત ચાહે ક્રિકેટની હોય છે કે ફૂટબૉલની હોય છે, ટેબલ ટેનિસની હોય છે કે કુસ્તીની હોય છે, બાસ્કેટ બૉલની હોય છે કે વૉલીબૉલની હોય છે, દરેક ખેલાડીનું એક જ લક્ષ્ય હોય છે, જીતવું છે.
અરે, રમતની વાત છોડો, યુદ્ધના ક્ષેત્રે પણ દરેક યોદ્ધાનું આ જ લક્ષ્ય હોય છે ને કે ‘મારે જીતવું છે'. બસ, હું પોતે પણ આ જ લક્ષ્ય સાથે જીવન મેદાનમાં ઊતર્યો છું. મારું પોતાનું મન એમ કહે છે કે, સંઘર્ષો ગમે તેવા જાલિમ ભલે આવશે, હું જીતીને જ રહીશ.
જાણવું તો મારે એ છે કે જીતતા જ રહેવાના મારા લક્ષ્યમાં હું ક્યાંય થાપ તો નથી ખાઈ રહ્યો ને? સંવર,
‘જીતવું છે' એ લક્ષ્યમાં મનને રસ છે જ્યારે “જતું કરવું છે' એ લક્ષ્યમાં અંતઃકરણને રસ છે. મનના રસને સફળ બનાવવા જતા જીત મળી પણ જાય છે તો ય એ જીતના સ્વાદમાં એક જાતની કડવાશ ઊભી થઈને જ રહે છે જ્યારે અંતઃકરણના રસને સફળ બનાવવા જતાં એકવાર માર પણ ખાવો પડે છે તો ય એનિષ્ફળતા પણ આનંદનો અનુભવ જ કરાવીને રહે છે.
૫ ૧