________________
મોટું, એટલો એ રાજી ! કારણ? ટોળું હોય તો જ એને પોતાના અહંને પુષ્ટ કરવાની તકો મળતી રહે.
જે સમસ્યા રજૂ કરી છે ને તારી, એનું સમાધાન આ છે. કબૂલ, તારી વાણી મોહક અને અસરકારક હશે પણ એનો લાભ ઉઠાવવાનું કામ તે મનને સોંપી દીધું છે અને મન સંબંધો બાંધતા રહીને એ લાભ ઉઠાવી પણ રહ્યું છે, પરંતુ એ સંબંધો લાંબા ટકતા એટલા માટે નથી કે સહુને ખ્યાલ આવી જાય છે કે તું તારો અહં પુષ્ટ કરવા જ સંબંધો બાંધતો રહે છે અને એ જ પળે એ સહુ તારી સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દે છે.
યાદ રાખજે.
હોશિયાર મન સંબંધો બાંધી શકે છે જ્યારે પ્રેમાળ અંતઃકરણ બંધાયેલ એ સંબંધોને ટકાવી શકે છે. તું જો સંબંધોને દીર્ઘજીવી બનાવવા માગે છે તો તારે તારા મનની હોશિયારીનું બારમું કરી દેવા તત્પર બનવું જ રહ્યું! વાંચી તો છે ને તે “રત્નાકર પચ્ચીસી' ની આ પંક્તિ ? “ચાલાક થઈ ચૂક્યો ઘણું!” સાવધાન !