________________
‘સુખ જોઈએ’ નું લક્ષ્ય તારા મનનું ખોટું છે એમ તો નહીં કહું પણ અંતઃકરણ પાસેથી જો તેં આનું સમાધાન માગ્યું હોત તો તારું અંતઃકરણ તને સ્પષ્ટ કહી દેત કે ‘સુખ આપવું જોઈએ' એ લક્ષ્ય તું નક્કી કરી દે અને એ દિશામાં પુરુષાર્થ આદરી દે. પછી ‘સુખ જોઈએ’ નું તારું લક્ષ્ય સફળ થઈને જ રહેશે.
સંદેશ સ્પષ્ટ છે.
કરોડની લૉટરી એને જ લાગે છે કે જે પહેલાં લૉટરીની ટિકિટ ખરીદે છે. બેંક બે-ગણા પૈસા એને જ આપે છે કે જે પહેલા બેંકમાં પૈસા જમા કરાવે છે. જમીન એ ખેડૂતને પાક પછી જ આપે છે કે જે ખેડૂત પહેલાં જમીનને બિયારણ આપે છે. ‘સુખ જોઈએ’ના લક્ષ્યને આંબવામાં એને જ સફળતા મળે છે કે જે ‘સુખ આપવું જોઈએ’ ના લક્ષ્યને આંબવાનો પુરુષાર્થ કરે છે.
ЧО