________________
કારણ? રણપ્રદેશમાં જેમ કાયમ માટે પાણીની અછત જ હોય છે તેમ આ કાળમાં સત્કાર્યો કરનારની અછત જ છે. રણપ્રદેશમાં પાણીનો દુર્વ્યય કરવાનું જો પરવડે નહીં તો આ કાળમાં સત્કાર્યો કરનારાઓની સંખ્યામાં કડાકો બોલાતો રહે એ પણ શે પરવડે?
અને સત્કાર્યો કરનારાઓની સતત આલોચના જ કરતા રહીને તે પોતે જ દુષ્કાર્ય તો કરી રહ્યો છે! અને એક સ્પષ્ટ વાત તને જણાવું? સંપૂર્ણ સફેદ કાગળમાં માત્ર એક જ કાળું ટપકું હોવા માત્રથી એ કાગળની આલોચના કરતા રહેવું એ તો મનની બદમાસી છે. બાકી અંતઃકરણને જો તેં બોલતું રાખ્યું હોત ને તો એ અંતઃકરણ તો કાગળને અભિનંદન જ આપતું રહ્યું હોત ! હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો હોઈશ.