Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 49
________________ મહારાજ સાહેબ, આપ સંયમજીવન અંગીકાર કરવા માગતા હતા તો આપે એ દિશામાં પુરુષાર્થ આદર્યો, વિઘ્નોની આપે નોંધ પણ ન લીધી અને સંયમજીવન પામવામાં આપને સફળતા મળી જ ગઈ. પ્રશ્ન મારો એ છે કે ‘સુખ જોઈએ' એ મારા જીવનનું લક્ષ્ય વરસોથી રહ્યું છે. એ દિશાના પુરુષાર્થમાં મેં કોઈ કચાશ નથી રાખી અને છતાં કહેવા દો મને કે મારા પ્રચંડ પુરુષાર્થની સામે વળતરમાં મને કશું જ મળ્યું નથી. શું મારા મનનું લક્ષ્ય નક્કી કરવામાં હું ક્યાંક થાપ ખાઈ ગયો છું કે પછી મારા પુરુષાર્થમાં હું ટૂંકો પડ્યો છું ? ઉપશમ, તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલાં એક પ્રશ્ન હું તને પૂછું છું. કોઈ ખેડૂત એક લક્ષ્ય નક્કી કરે કે જમીન પાસેથી મારે પાક મેળવો છે અને પાક મેળવવા એ જમીન ખેડવા લાગે તો એટલા માત્રથી એને પાક મેળવવામાં સફળતા મળી જાય ? ના. જમીન પાસેથી પાક એને ત્યારે જ મળે કે એ પોતે પાક મેળવતા પહેલાં જમીનને બિયારણ આપવા તત્પર રહે. ટૂંકમાં, જમીનને પહેલાં પોતે આપે તો જ પછી જમીન એને આપે. -

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102