Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ એના કરતાં વિપરીત ગ્રુપનું લોહી તારા શરીરમાં દાખલ થાય તો તારું સ્વાથ્ય કથળેલું હોય તો સુધરી જાય કે પછી સુધરેલું હોય તો ય કથળી જાય? તારો સ્પષ્ટ જવાબ આ જ હશે કે સ્વાથ્ય કથળી જ જાય. બસ, તેં પુછાયેલ પ્રશ્નનો જવાબ આ જ છે. તે પોતે છે ચૈતન્ય સ્વરૂપ અને તું જે પદાર્થો પાછળ ભાગી રહ્યો છે એ પદાર્થો છે જડસ્વરૂપ. શરીરમાં લોહી જો સમાન ગ્રુપનું હોય તો જ સ્વાથ્ય જળવાય. જ્ઞાનસ્વરૂપ આત્મા જો જ્ઞાનાદિ ગુણો સાથે અથવા તો એ ગુણોના ધારક પ્રત્યે દોસ્તી કેળવે તો જ એની સ્વસ્થતા જળવાય. બાકી, યાદ રાખજે આ વાત કે પદાર્થોના - વિપુલ પદાર્થોના માલિક બન્યા રહેવાના અરમાનમાં જો મન રમતું હોય છે તો પ્રભુના સેવક બન્યા રહેવાના અરમાનમાં અંતઃકરણ રમતું હોય છે. તું સાચે જ જો પ્રસન્નતા અનુભવવા માગે છે તો માલિક બનવાના ધખારા છોડી દઈને સેવક બની જવા તત્પર બની જા. તારું કામ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102