Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 40
________________ વચ્ચેનો મહત્ત્વનો કોઈ તફાવત હોય તો તે આ છે કે સરોવર બંધિયાર હોય છે અને એના કારણે ગંધાતું રહે છે જ્યારે નદી ખુલ્લી હોય છે અને એના કારણે નિર્મળ રહેતી હોય છે. બસ, રાગ આ સરોવરનું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યો છે. સરોવરનું પાણી શરૂઆતમાં ભલે નિર્મળ હોય છે, પરંતુ જેમ જેમ સમય પસાર થતો રહે છે તેમ તેમ એ જેમ ગંધાતું રહે છે તેમ રાગ શરૂઆતમાં કદાચ નિર્મળ [2] દેખાતો પણ હોય છે તોય સમય પસાર થતાં જ એ ગંધાવા લાગે છે જ્યારે પ્રેમ? એ તો નદીનું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યો હોવાના કારણે ગમે તેટલા સમય બાદ પણ એમાં કોઈ સડાંધ પેદા થતી નથી. યાદ રાખજે, મનની પસંદગી રાગ છે જ્યારે અંતઃકરણની પસંદગી તો પ્રેમ જ છે. હું સંયમજીવનમાં આજે મસ્તી અનુભવી રહ્યો છું પ્રેમના કારણે. તું સંસારી જીવનમાં આવતી કાલે સુસ્તી અનુભવવાનો છે રાગના કારણે! સાવધાન!

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102