Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ મહારાજ સાહેબ, મારા મનની આ મૂંઝવણ જાણીને આપને કદાચ હસવું આવશે પણ એની પરવા કર્યા વિના હું આપની પાસે એ જાણવા માગું છું કે ધર્મ શું છે અને અધર્મ શું છે ? જિંદગીનાં ૨૫/૨૫ વરસ વીતી ગયા પછી પણ મારી પાસે આ બાબતની કોઈ સ્પષ્ટ સમજ નથી. ઇચ્છું છું કે આપ મને એનું સરસ સમાધાન આપો. વિવેક, તને શીરાની જેમ ગળે ઊતરી જાય એવો તારા પ્રશ્નનો જવાબ આ છે કે તારા મનને જે પણ ગમી રહ્યું છે એ બધું જ અધર્મ છે અને તારા અંતઃકરણને જે પણ ગમી રહ્યું છે એ બધું જ ધર્મ છે. બીજી રીતે જણાવું તો તારા મનને જે પણ નથી ગમી રહ્યું એ બધું જ ધર્મ છે અને તારા અંતઃકરણને જે પણ નથી ગમી રહ્યું એ બધું જ અધર્મ છે. હું તને જ પૂછું છું. તારા મનને ક્ષમા ગમે છે ? પવિત્રતા જામે છે ? સરળતા ફાવે છે ? ઉપાસના પસંદ છે ? સંતોષ પ્રત્યે આકર્ષણ છે ? નમ્રતા પ્રત્યે પ્રેમ છે ? ૪૩

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102