Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ મહારાજ સાહેબ, વરસોથી મનમાં એક આકાંક્ષા લઈને હું બેઠો છું કે જીવનમાં એક એકથી ચડિયાતી એવી સફળતાઓ હું હાંસલ કરતો રહું કે અનેકની જીભે મારું નામ રમતું થઈ જ જાય. પછી એ ક્ષેત્ર ચાહે સંસારનું હોય કે બજારનું હોય, સમાજનું હોય કે સંસ્થાનું હોય. અરે, ધર્મનું હોય કે અધ્યાત્મનું હોય ! સરકારમાં રાષ્ટ્રપતિ જેમ નંબર એક પર જ હોય છે, મીઠાઈમાં સાકર અને ફરસાણમાં મીઠું જેમ નંબર એક પર જ હોય છે તેમ હું સર્વક્ષેત્રોમાં નંબર એક પર જ રહેવા માગું છું અને આપને જણાવતાં મને આનંદ થાય છે કે એ દિશાના પ્રયાસોમાં મને ઠીકઠીક પ્રમાણમાં સફળતા મળી રહી છે. જાણવું તો મારે એ છે કે ‘મોટા’ બન્યા રહેવાના મારા મનના કોડને પૂર્ણ કરવાની દિશામાં હું આગળ વધતો રહું તો એ ખોટું તો નથી ને? પ્રથમ, એ વાત યાદ રાખજે કે બધાયની જીભ પર મારું નામ રમતું થઈ જાય એ ગણતરીમાં મન રમતું હોય છે જ્યારે મારા હૃદયમાં આ જગતના સર્વ જીવોને હું પ્રવેશ આપી દઉં એ ભાવનામાં અંતઃકરણ રમતું હોય છે. ટૂંકમાં, મન કહે છે,

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102