________________
મહારાજ સાહેબ,
ન જાણે કેટકેટલી વ્યક્તિઓ સાથે મારે કોક ને કોક કારણસર અણબનાવો થઈ ચૂક્યા છે. મુશ્કેલી જીવનમાં એ સર્જાઈ છે કે એ સહુ સાથેના વ્યવહારો સહજ કરવા ધારું પણ છું તો ય મન એ બાબતમાં કોઈ પણ હિસાબે સંમત થતું નથી. એ એમ જ સમજાવતું રહે છે કે “એ સહુને થોડાક ઝૂકવા તો દે. એ પછી તારે જે વિચારવું હોય એ વિચારજે.”
ટૂંકમાં જણાવું તો લોભી અને કૃપણ વેપારી જે રીતે પોતાના ચોપડામાં પુરાંત ખેંચતો જ રહે છે, મન એ રીતે સહુ સાથેના હિસાબો આગળ ખેંચતું જ રહે છે. કોઈ સમાધાન ?
સુધર્મ,
તેજે પણ પુસ્તક વાંચ્યું હશે એ પુસ્તકમાં એકવાત તને ખાસ જોવા મળી હશે કે કેટલાંક વાક્યો આગળ અલ્પવિરામ ચિહ્ન મુકાયું છે તો કેટલાંક વાક્યો આગળ પૂર્ણવિરામચિહ્ન.
અલ્પવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય હજી અધૂરું છે, આગળ વાંચો. જ્યારે પૂર્ણવિરામ ચિહ્ન એટલું જ સૂચવે છે કે વાક્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આગળ વાંચવાની જરૂર નથી. અને મજાની વાત તો એ છે કે વાક્ય ભલે ગમે તેટલું