Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ ન જ રહે ને? અરે, તારી આંખ સામે જ તે ગલીમાં દાખલ થઈ ગયેલા છોકરાને જોયો છે અને એની પાછળ હાથમાં ખુલ્લો છરો લઈને આવેલ ગુંડો તને એ છોકરો કઈ બાજુ ગયો છે એ પૂછી રહ્યો છે, તું એ ગુંડાને સાચો જવાબ તો નહીં જ આપે ને? બાકી એક વાત તને કહું? સાચું બોલવા છતાં પણ તું જો અપ્રિય બની રહ્યો છે અને સહુથી તિરસ્કૃત થઈ રહ્યો છે તો એની પાછળ એક જ કારણ હશે, તારા સત્યોચ્ચારણમાં ડંખ હશે, તારી સાચી રજૂઆતમાં સામાને ઉતારી પાડવાની ચેષ્ટા હશે, સામા પ્રત્યેના તિરસ્કારનો ભાવ હશે, તારા ખુદના અહંને પુષ્ટ કરવાની બાલિશતા હશે. એ સિવાય આ દુઃખદ સ્થિતિ તારા માટે સર્જાય જ નહીં. હા, એક વાત તો નિશ્ચિત છે કે “સાચા' નો આગ્રહ હંમેશાં મનનો હોય છે જ્યારે અંતઃકરણ તો હંમેશાં સારા”નું જ આગ્રહશીલ હોય છે. તું સત્યોચ્ચારણ જરૂર કર પણ એ સત્યોચ્ચારણ કરતા પહેલાં અંતઃકરણની સંમતિ લઈ લે. ખાતરી સાથે તને કહું છું કે તું પ્રિય અને સન્માનનીય બનીને જ રહીશ.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102