________________
સંબંધમાં તારે આત્મીયતા ઊભી કરવી છે અને એ માટે તું માધ્યમ મનને બનાવે તો એમાં તને સફળતા કોઈ કાળે ન જ મળે.
એક વાત તને જણાવું?
મનનું પોત તેલ'નું છે જ્યારે અંતઃકરણનું પોત “દૂધનું છે. પાણીને તું તેલમાં નાખ કે તેલમાં તું પાણી નાખ. વરસો સુધી એ કદાચ સાથે રહે તો પણ એકરૂપ તો ક્યારેય ન જ થાય જ્યારે દૂધને તું પાણીમાં નાખ કે પાણીને તું દૂધમાં નાખ. બંનેને એકરૂપ થતાં પળની ય વાર ન લાગે.
તને મારે એટલું જ કહેવું છે કે જો તું સંબંધના ક્ષેત્રે આત્મીયતા અનુભવવા માગે જ છે તો તારે તેલ સાથેની દોસ્તી તોડી નાખીને દૂધ સાથેની દોસ્તી જમાવવી જ પડશે.
બાકી, આ જગતમાં તેલ-પાણીના સંબંધોનો કોઈ જ તોટો નથી. બંને પોતપોતાના અસ્તિત્વને સ્વતંત્ર ઊભું રાખવામાં સફળ તો બને છે; પરંતુ એ સંબંધો કોઈનાય સ્તુતિપાત્ર બનતા નથી. તારે એ જ સંબંધ પર પસંદગી ઉતારવી હોય તો તું સ્વતંત્ર છે !
૩0