________________
હું તને જ પૂછું છું.
ખેડૂત જમીનને જે બિયારણ આપે એ વેપારીની બુદ્ધિથી આપે કે જુગારીની બુદ્ધિથી ? એક મિત્ર બીજા મિત્રને જે લાગણી આપે કે એક પતિ પોતાની પત્નીને જે પ્રેમ આપે, એક શિષ્ય પોતાના ગુરુને જે હૃદય આપે કે એક ભક્ત ભગવાનને પોતાનું દિલ આપે એ વેપારીની બુદ્ધિથી આપે કે જુગારની બુદ્ધિથી ?
કોતરી રાખ તારા દિલની દીવાલ પર આ વાક્ય કે સત્કાર્યના કોઈ પણ ક્ષેત્રમાં વિવેકપૂર્વક જે દિલ દઈને આપે છે, વળતરમાં એને દિલ દઈને જ મળે છે.
તું જો જુગારી બુદ્ધિનો માલિક બનવા માગે છે તો એનું શ્રેષ્ઠતમ સરનામું અંતઃકરણ છે જ્યારે મન પાસે તો વેપારી બુદ્ધિ સિવાય બીજા કશાયની આશા રાખી શકાય તેમ નથી.
તું વળતરમાં અમાપ મેળવવા જો માગે છે તો માપી માપીને આપવાનું, છોડવાનું કે ફેંકવાનું તારે બંધ કરવું જ પડશે.
૨૮