Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ મહારાજ સાહેબ, આમ હું નાસ્તિક તો નથી; પરંતુ મને એક આદત પડી ગઈ છે કે કોઈ પણ ક્ષેત્રમાં સમય-સંપત્તિ કે સ્મિત આપતા પહેલાં જાણી લેવું કે વળતર કેટલું મળશે ? હું દાન જરૂર કરું છું પણ મને જો શંકા પડી જાય છે કે અહીં દાનની રકમની સામે વળતરમાં ખાસ કાંઈ મળે તેમ નથી તો હું કાં તો દાન મુલતવી રાખી દઉં છું અને કાં તો દાનની રકમમાં કાપ મૂકી દઉં છું. એ જ રીતે કોક ક્ષેત્રમાં થઈ રહેલ સત્કાર્યમાં મારે સમય આપવાનો હોય છે તો ય પહેલાં હું જાણી લઉં છું કે જેટલો સમય આપીશ હું, એની સામે મને વળતરમાં મળશે શું ? મને પોતાને તો એમ લાગે જ છે કે મારો આ અભિગમ સમ્યક્ જ છે; પરંતુ આપ આ અંગે કાંઈ જણાવી શકો? અરિહંત, એક વાત સતત આંખ સામે રાખજે કે સત્કાર્યોનું આખું ય જગત એ વેપારનું જગત નથી પણ જુગારનું જગત છે. એ જગતમાં જે ગણી ગણીને આપે છે એને વળતરમાં ગણી ગણીને જ મળે છે અને એ જગતમાં જે સઘળું ય ન્યોચ્છાવર કરી દેવા તૈયાર રહે છે એને વળતરમાં સર્વસ્વ જ મળે છે. ૨૭

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102