________________
તેમ પોતાનું જીવન જેણે બુદ્ધિના હાથમાં જ સોપીદીધું હોય છે એનું ઉજ્જવળ ભાવિ તો નથી જ હોતું; પરંતુપ્રસન્નતાસભર વર્તમાન પણ નથી હોતો.
પાણી કરતાં દૂધ વધુ કીમતી હોવા છતાં માછલી જેમ પાણીમાં તરતી રહે છે તો જ જીવંત રહે છે તેમ સંસાર જગતમાં લાગણી કરતાં બુદ્ધિની વધુ બોલબાલા હોવા છતાં પ્રસન્નતા અનુભવતા રહેવા માણસ લાગણીને પ્રાધાન્ય આપતો રહે છે તો જ એમાં એ સફળ બનતો રહે છે.
તું સાચે જ જે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છે એ પરિસ્થિતિમાંથી બહાર આવી જવા માગે છે તો એનો એક માત્ર વિકલ્પ આ જ છે. કાં તો બુદ્ધિના જંગલમાંથી કાયમ માટે બહાર નીકળી જા અને એ સંભવિત ન જ હોય તો છેવટે બદ્ધિના જંગલમાં રહીને જ વારંવાર લાગણીના સરોવરમાં સ્નાન કરતો જા. ટૂંકમાં, જીવનવ્યવહારનું સુકાન કાં તો અંતઃકરણના હાથમાં જ સોંપી દે અને કાં તો મનને અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દે. ફાવી જઈશ.