________________
મહારાજ સાહેબ,
હું વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. મેં એ અભ્યાસમાં એક વાત સતત અનુભવી કે જેની પાસે બુદ્ધિ જોરદાર હતી, તર્કશક્તિ જોરદાર હતી, દલીલ કરતા રહેવાની તાકાત જોરદાર હતી, શંકા ઉઠાવતા રહેવાની ક્ષમતા જોરદાર હતી એવિદ્યાર્થી જ એ ક્ષેત્રમાં આગળ વધતો હતો.
મુશ્કેલી મારા જીવનમાં એ સર્જાઈ છે કે અત્યારે તો હું ધંધામાં ગોઠવાઈ ગયો છું પરંતુ વિદ્યાર્થી અવસ્થામાં તર્ક કરતા રહેવાના જે સંસ્કારો હતા એ જ સંસ્કારો આજે પણ મારા જીવનમાં જીવંત છે. મને કોઈની પણ કોઈ પણ વાત સીધેસીધી સ્વીકારી લેવાનું મન થતુ નથી. પરિણામ આનું એ આવ્યું છે કે લોકો મારી સાથે ચાલુ વાતો કરવાનું પણ ટાળી રહ્યા છે. અરે, મને મળવાનું પણ લોકો પસંદ કરતા નથી.
આ દુઃખદ સ્થિતિમાંથી હું બહાર નીકળી જવા માગું છું. આપ મને કોઈ નક્કર માર્ગદર્શન આપી શકશો? સન્માન,
એક વાત તું ખાસ સમજી રાખ કે મનને બુદ્ધિના જંગલમાં ભટકતા રહેવાનું ફાવે છે જ્યારે અંતઃકરણને લાગણીના સરોવરમાં સ્નાન કરતા રહેવાનું ફાવે છે. જંગલમાં ભટકતા રહેનારનું જેમ કોઈ ઉજ્જવળ ભાવિહોતું નથી