Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ માટેની તમામ સામગ્રીઓ હાજર હોવા છતાં, શુભના સેવન માટેના સંયોગો અનુકૂળ હોવા છતાં અને શુભના સેવન માટેનું સત્ત્વ હોવા છતાં ય મન શા માટે એને વિલંબમાં મૂકતું રહે છે? એટલું જ કહીશ તને કે આ ગલત અને ખતરનાક જીવન વ્યવસ્થામાંથી તારી જાતને તું બહાર કાઢી દેવા માગે છે તો એક કામ કર. સુવાસ અનુભવવાનું તને જ્યારે પણ મન થાય છે ત્યારે તું જેમ ગટર પાસે ન જતાં બગીચા પાસે જ પહોંચી જાય છે તેમ શુભના સેવન માટે તારું મન જેવું તૈયાર થાય, તું એ વખતે મન પાસે ન જતાં અંતઃકરણ પાસે પહોંચી જા.. કારણ? અંતઃકરણ આ બાબતમાં એકદમ સ્પષ્ટ હોય છે. એ અશુભને વિલંબમાં મૂકતું રહે છે અને શુભનેહાજરમાં જ પતાવતું રહે છે. મનની ચાલબાજીમાં અત્યાર સુધી ખૂબ ફસાણો, હવે અંતઃકરણના સાંનિધ્યમાં આવી જા. તારું કામ થઈ જશે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102