________________
મહારાજ સાહેબ,
મેં જોયું છે કે આ જગતમાં સામાન્ય માણસની કોઈ જ કિંમત નથી. તમે જો કારકુન છો તો મૂલ્યહીન છો; પરંતુ તમે જો મૅનેજર છો તો તમારો વટ પડે છે. તમે જો ખેલાડી છો તો તમારી ખાસ કોઈ કિંમત નથી; પરંતુ તમે જો કૅપ્ટન છો તો તમારી બોલબાલા છે. અરે, આગળ વધીને કહું તો આપના સંયમજીવનમાં પણ આપ જો સામાન્ય સાધુ જ છો તો સમાજમાં આપની પ્રતિષ્ઠા નથી; પરંતુ આપ જો પ્રભાવક પ્રવચનકાર છો કે મહાન લેખક છો તો આપની પાછળ લોકો પાગલ છે.
આ બધું જોયા બાદ મેં નિર્ણય કરી લીધો છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જવું પણ સામાન્ય બન્યા રહીને બેસી ન રહેતાં વિશિષ્ટ બનીને જ રહેવું. આખરે આપણે પણ કંઈક છીએ એવું જગતને લાગવું તો જોઈએ ને ? મગ
એક વાસ્તવિકતા તારા ખ્યાલમાં છે ખરી ? જે સામાન્ય હોય છે અને સામાન્ય બન્યા રહેવામાં જેને કોઈ તકલીફ નથી એ સ્વસ્થ હોય છે, પ્રસન્ન અને મસ્ત પણ હોય છે; પરંતુ જે વિશિષ્ટ હોય છે અને વિશિષ્ટ બન્યા રહેવાના જેના મનમાં ધખારા હોય છે એ લગભગ તો તનાવમાં જ હોય છે, ત્રસ્ત અને ઉદ્વિગ્ન જ હોય છે.
૨૧