________________
૧૦
મહારાજ સાહેબ,
પોપટને પિંજરમાં પુરાઈ રહેવું જો ગમતું નથી, કેદીને જેલમાં બંધ થવું જો ગમતું નથી, પાણીને ખાબોચિયામાં ગોઠવાઈ જવું જો ગમતું નથી તો મારું મન પણ એમ કહી રહ્યું છે કે જીવનને કોઈ પણ પ્રકારનાં નિયંત્રણ હેઠળ કેદ કરી દેવાની જરૂર નથી. શરીર જો સશક્ત મળ્યું છે, સામગ્રીઓ જો ભરપૂર મળી છે તો તમામ પ્રકારના જલસાઓ કરી જ લેવા જોઈએ.
અલબત્ત, આજના સમાજે વ્યક્તિ પર એટએટલાં નિયંત્રણો મૂકી દીધા છે કે એની પાસે સ્વતંત્રતાનાં નામે કશું જ બચ્યું નથી. આ ખવાય અને આ ન ખવાય, આ જોવાય અને આ ન જોવાય, આ વંચાય અને આ ન વંચાય ! આ તે શું કાંઈ જીવન છે ? જીવન તો હોવું જોઈએ સ્વતંત્ર, નિયંત્રણ મુક્ત ! આપ શું કહો છો ?
ઉલ્લાસ,
મને એમ લાગે છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા તારા ખ્યાલમાં જ નથી. કોઈ પણ શિષ્ટ * પુરુષના કોઈ પણ પ્રકારના સમ્યક્ નિયંત્રણને સ્વીકારવાની તૈયાર ન દાખવવી એ સ્વતંત્રતા નથી; પરંતુ સ્વચ્છંદતા જ છે અને મનને સ્વચ્છંદતા જ તો ગમે છે !
૧૯