Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ જવાબ આપ. સ્કૂલ-કૉલેજમાં કાયમ પ્રથમ નંબર જ લાવતો વિદ્યાર્થી વધુ સ્વસ્થ હોય છે કે પછી કાયમ પંદર-વીસમા નંબરે રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે? તારે કહેવું જ પડશે કે પ્રથમ નંબરે રહેતા વિદ્યાર્થી કરતાં પંદર-વીસમા નંબરમાં રહેતો વિદ્યાર્થી વધુ પ્રસન્ન હોય છે. ભૂલીશ નહીં તું આ વાત કે વિશિષ્ટ બન્યા રહેવાના તારા આ ધખારા તો મનની દેન છે, બાકી અંતઃકરણ તો વિશુદ્ધ બન્યા રહેવાની ઝંખનામાં જ રમતું હોય છે. તને એટલું જ કહીશ કે વિશુદ્ધ બન્યા રહેવાના પ્રયત્નોમાં કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વિના તું વિશિષ્ટ બની જતો હોય તો ખુશીથી બની જજે. કારણ કે એ વિશિષ્ટતા તારી વિશુદ્ધિમાં લેશ બાધક નહીં બને !

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102