________________
તને મારે સ્પષ્ટ જણાવવું છે કે જો તારા દુશ્મનો સતત વધી જ રહ્યા છે તો એનો એક જ અર્થ છે કે તું તારા મનની આજ્ઞામાં છે, અંતઃકરણની આજ્ઞામાં નહીં. કારણ કે મનને રસ હોય છે દુશ્મનવૃદ્ધિમાં જ્યારે અંતઃકરણને રસ હોય છે મિત્રવૃદ્ધિમાં!
કારણ? આ જ કે મનને પોતાના અસ્તિત્વને ટકાવવામાં રસ છે અને એનું અસ્તિત્વ ત્યારે જ ટકે છે કે જ્યારે એને કોઈ પડકાર ફેંકનાર હોય છે અને પડકાર દુશ્મન સિવાય કોઈ ફેંકતું નથી.
સાચે જ જો તું થોડું-ઘણું પણ ડહાપણ ધરાવતો હોય તો મારે તને એટલું જ કહેવું છે કે તું દુશ્મનો ઘટાડવાના પ્રયાસો કરવાને બદલે અંતઃકરણના અવાજને સાંભળતો જા. આજ સુધીમાં પુષ્પ તરફથી કોઈને ય ક્યારે પણ દુર્ગધ અનુભવવા મળી નથી. અંતઃકરણે આજસુધીમાં ક્યારેય કોઈને ય દુશ્મન બનાવ્યા નથી.