Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 15
________________ મહારાજ સાહેબ, એક વાત મને એ સમજાતી નથી કે હમણાં છેલ્લા કેટલાક સમયથી મારા દુશ્મનોની સંખ્યામાં સતત ને સતત વધારો જ કેમ થઈ રહ્યો છે ? અલબત્ત, મારી સમક્ષ તો સહુ મીઠી મીઠી વાતો જ કરી રહ્યા છે; પરંતુ મારી પીઠ પાછળ સહુ મારા અવર્ણવાદ જ કરી રહ્યા છે એનો મને બરાબર ખ્યાલ આવી ગયો છે. હું ક્યાંય પણ જઈને ઊભો રહું છું, મારું આગમન કોઈને ય ગમતું ન હોય એવું હું સ્પષ્ટ અનુભવી રહ્યો છું. અને એક વાત આપને જણાવું ? મારું મન મને એમ કહી રહ્યું છે કે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ’. જો કોઈને ય તારા મિત્ર બનવામાં રસ ન હોય તો તારે પણ કોઈના યમિત્ર બનવાની જરૂર નથી, તેઓ તારા તરફ જો ઇંટ ફેંકી રહ્યા છે તો તારે એનો જવાબ પથ્થરથી આપતા રહેવા જેવું છે. આપ આ અંગે શું કહો છો ? અભિષેક, એ જગાએ મેં વાંચ્યું હતું કે ‘મિત્ર સહુને ન બનાવી શકો તો ય વાંધો નથી; પરંતુ દુશ્મન તો એકને પણ ન બનાવશો’ અને તું મને પત્રમાં લખી રહ્યો છે કે ‘મારા દુશ્મનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને મારું મન પણ એ સહુ સાથે એવો જ વ્યવહાર કરવાની પ્રેરણા કરી રહ્યું છે !’ ૧૫

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102