________________
મહારાજ સાહેબ,
છેલ્લા એક વરસમાં ઓછામાં ઓછા એકાદ હજાર પ્રસંગોમાં મારે હાજર રહેવાનું બન્યું છે. આંખે ઊડીને વળગે એવી એક વાત ખાસ જોવા મળી છે કે દરેક પ્રસંગમાં સફળ વ્યક્તિઓની જ બોલબાલા અને બહુમાન થઈ રહ્યાં હતાં.
આપને એ જાણીને કદાચ દુઃખ પણ થશે કે એ સફળ વ્યક્તિઓનાં આંતરિક જીવન કરતાં જે વ્યક્તિઓનાં આંતરિક જીવન અનેકગણાં સારાં હતાં એ સહુ એક ખૂણામાં બેઠા હતા!મને પોતાને આ બધું જોયા પછી એમ લાગવા માંડ્યું છે કે જીવનમાં લક્ષ્યસ્થાને સફળતા સિવાય બીજું કશું જ ગોઠવવા જેવું નથી. આખરે આપણે ય સમાજમાં વટથી રહેવું છે અને સફળ બન્યા રહેવા સિવાય વટ પડે તેમ નથી. આપને શું લાગે છે?
સ્નાત્ર,
તે ક્યારેય એવં ચં ખરે કે જેનો ઍક્સ-રે એકદમ સારો હતો એને આ જગતે ઈનામ આપ્યું! ના. આ જગતે ઈનામ એને જ આપ્યું છે કે જેનો ફોટો સારો હતો ! આનો અર્થ? આ જ કે જગત સફળતાનું પૂજારી છે, સરસતા સાથે એને કશી જ લેવા-દેવા નથી.