Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ પ્રસન્નતાની અનુભૂતિ માટે જે વ્યક્તિ મન પાસે પહોંચી જાય છે એને ય સરવાળે તો રોવાનું જ આવે છે. તને એક હકીકત યાદ કરાવું? ખારાશ જેમ સાગરના પાણીમાં નથી હોતી પણ સાગર ખુદ જ ખારો હોય છે તેમ શંકા મનમાં નથી પેદા થતી, મન ખુદ જ શંકાનું પર્યાયવાચી છે. તું મન સામે પરમાત્માને ખુદને હાજર કરી દે ને? એ પરમાત્માનાં અચિન્ય સામર્થ્ય અંગેય શંકા કરવા લાગશે! તું મન સામે ઉપકારી ગુરુદેવને લાવી દે ને? એમની તારકતા અંગે ય એ શંકા કરવા લાગશે! એક જ વિકલ્પ છે પ્રસન્નતાની અનુભૂતિ માટે. મન ભલે શંકાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે. તે અંતઃકરણ પાસે ચાલ્યો જા. એ શ્રદ્ધાને જીવનનું ચાલકબળ બનાવી બેઠું છે અને જ્યાં શ્રદ્ધા આવે છે ત્યાં પ્રસનતા. અનુભૂતિનો વિષય બનીને જ રહે છે!

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102