Book Title: Vandaniya Sangharsh Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 9
________________ મહારાજ સાહેબ, જે સંસારમાં અમે અત્યારે જીવી રહ્યા છીએ એ સંસારમાં જો અમારે સહી-સલામત રહેવું છે તો એક જ રસ્તે અમે સહી-સલામત રહી શકીએ છીએ અને એ રસ્તો છે, આક્રમણનો. કોઈ અમારા પર હુમલો કરે અને અમે એનો બચાવ કરીએ એ જમાના ગયા. હવે તો સામો હુમલો કરે એ પહેલાં અમે એના પર હુમલો કરી દઈએ એ જમાનો આવ્યો છે. અલબત્ત, આપ સાધુ બની ગયા છો એટલે આપને અમારો રસ્તો પસંદ ન આવે એ હું સમજી શકું છું; પરંતુ અમારે તો ટકી રહેવા હવે આ જ રસ્તો અપનાવવો પડે તેમ છે. આપ આ અંગે કંઈક સૂચન કરશો તો આનંદ થશે. કળશ, તું પશુઓનાં જગતમાં જીવતો હોત અને આ અભિગમ અપનાવી બેઠો હોત તો તો હું સમાધાન કરી લેત કે ચાલો, પશુ પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા આ જ અભિગમ અપનાવે, આક્રમણનો; પરંતુ તું તો માનવજગતમાં જીવી રહ્યો છે અને છતાં આ અભિગમ પર તને ભરોસો બેસી ગયો છે ? ભારે આશ્ચર્ય થાય છે. એક વાતનો તું જવાબ આપીશ ? આ જગત આજે થોડું-ઘણું પણ જીવવાલાયક જો લાગી રહ્યું છે તો એનો યશ કોના ePage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 102