Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૩૬] ૪. વર્ધમાન જૈન આગમમંદિર-પાલીતાણા. પ. વિશાશ્રીમાળી તપગચ્છ સંઘ જ્ઞાનભંડાર–જામનગર.
આ જ્ઞાનભંડારાના વ્યવસ્થાપકોએ અમને જે જે પ્રતિઓની જરૂર પડી તેને ઉપયોગ ઘણુ આનંદપૂર્વક કરવા દીધે તથા અમારું કાર્ય પૂરું થતાં સુધી તે તે પ્રતિઓ અમારી પાસે રાખવાની છૂટ આપી તે બદલ અમે તેમના અત્યંત આભારી છીએ.
પ્રસ્તુત લેખન અંગે અમે જે ક્રમ રાખ્યો છે તે “ઉવસગ્ગહરં તેત્ર સવાધ્યાય લેખનક્રમ સમજૂતી” નામક શીર્ષક હેઠળ અલગ દર્શાવેલ છે. વાચકને તે જોવાની • ખાસ ભલામણ છે.
લેખનકાર્ય શરૂ કરતાં પૂર્વે જુદી જુદી હાથપથીએ અને મુદ્રિત ટીકાએ આંખ સામે રાખવામાં આવી હતી. ઘણે સ્થળે જુદા જુદા અર્થો અને મંતવ્યો પણ જોવા મલ્યાં, ઉવસગ્ગહરની વાસ્તવિક ગાથાઓ કેટલી તે અંગે પણ વિચારણા ઉપસ્થિત થઈ, આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી અને વરાહમિહિરના ચરિત્રના લેખન વેળા ચાલુ પરંપરાથી વિભિન્ન વિભિન્ન પ્રસંગે પણ જોવા મળ્યા. (જુઓ પૃ. ૮૧ ની પાદનોંધ) કે જે જૈન સંઘમાં બહુધા અજ્ઞાત છે. પ્રસ્તુત ગ્રંથમાં ચાલુ પ્રણાલિકા અનુસાર જ કથા આલેખવી ! કે આ રીતે પૂર્વાચાર્યો દ્વારા પ્રાપ્ત થતી કથા આલેખવી? આવી આવી અનેક સમશ્યાઓમાંથી માર્ગ કાઢતે કાઢતે પ્રસ્તુત ગ્રંથનું લેખન શરૂ કરાયું. ભગવાન શ્રી જિનેન્દ્રના માર્ગથી વિરુદ્ધ લેશમાત્ર પણ લખાણ ન આવે તેની સતત સાવધાની રાખવામાં આવી અને પરમપિતા શ્રમણ વર્ધમાનસ્વામીની અસીમ કરુણાથી તે કાર્ય નિર્વિદને સમાપ્ત થયું.
લખાણ સમાપ્ત થયા બાદ ઉવસગ્ગહરં સ્તોત્ર અંગે ટીકાકારોએ દર્શાવેલ ૨૧ યંત્રો તેમ જ ટીકાઓમાં પ્રાપ્ત ન થતું પણ અન્યત્ર દશ્યમાન થતું વાપીયંત્ર આમ ૨૨ યંત્રનું આલેખન કરાવતી વેળા ટીકાએાને આંખ સામે રાખી આલેખન કરાયું. કેટલાએક મુદ્રિત ગ્રન્થમાં તે તે યંત્રો આલેખાયેલા દૃશ્યમાન થયાં પરંતુ તે યંત્રનું આલેખન આમ્નાય પુરઃસરનું હોય તેમ જણાયું નહીં તેથી તે યંત્રો અને અમે આલેખેલા પત્રોમાં વિભિન્નતા પણ દશ્યમાન થશે.
દરેક યંત્રને “”કારથી રુદ્ધ કરવાનું એક વિધાન હોવા છતાં ટીકાઓમાં તેવું વિધાન ન મળ્યું તેથી શરૂના યંત્રને રુદ્ધ કરાયા નથી અને તે મુજબ ઇલેક બનાવાયા છે. પણ પાછળથી તે વિષયના જાણકારોનું કહેવું થયું કે ટીકામાં આવું વિધાન ન હોવા છતાંય દરેક યંત્રોને આ રીતે રુદ્ધ કરવા જ જોઈએ. તેથી પાછળથી જે યંત્રો આલેખાયા તેમાં તે રીતે રુદ્ધ કરાયા છે. વાચકોને વિનંતિ છે કે જ્યાં “”કારથી યંત્ર રુદ્ધ નથી થયા ત્યાં પણ તેને તે રીતે રુદ્ધ સમજીને ચાલે. કયાંક “ કારને બદલે ભૂલથી “'કારથી પણ યંત્રે રુદ્ધ કરાયા છે, ત્યાં પણ “'કારથી રુદ્ધ સમજવા. ઉપરાંત સમસ્ત પદના વિગ્રહ કરતી વેળા ‘વિગ્રહને બદલે “વ્યુત્પત્તિ” શબ્દ લખાયો છે. અમારી આ ક્ષતિ અદલ અમે દિલગીર છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org